Swami Vivekanand
સ્વામી વિવેકાનંદની પ્રેમયોગ’ પુસ્તક ભક્તિ અને પ્રેમના આધ્યાત્મિક પથ પર એક ઉજ્જવળ પ્રકાશ ફેંકે છે. આ ગ્રંથમાં સ્વામીજી પ્રેમ અને ભક્તિના ઊંડા અંતરસંબંધોને ખૂબ જ સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે. આ પુસ્તક એ સત્યને ઉજાગર કરે છે કે, ઈશ્વર પ્રતિ સાચો પ્રેમ જ ભક્તિનો સાર છે. આ પ્રેમ સાંસારિક બંધનો અને ઈચ્છાઓથી પરે એક નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવના છે. ’પ્રેમયોગ’ જીવનમાં પ્રેમના અદ્વિતીય મહત્ત્વ પર ભાર આપે છે. આ શીખવાડે છે કે, પ્રેમ જીવનની સૌથી શક્તિશાળી ઊર્જા છે અને જ્યારે આ જ પ્રેમ પરમાત્મા પ્રતિ પ્રવાહિત થાય છે, તો તે ભક્તિનું રૂપ લઈ લે છે. આ પુસ્તકમાં પ્રેમી, પ્રેમ અને પ્રેમના પાત્ર અર્થાત્ ભક્ત, ભક્તિ અને ભગવાનની એકતા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે, જે પ્રેમના આધ્યાત્મિક અનુભવની ગહનતાને દર્શાવે છે.